ગુજરાત સરકારે રાજપીપળા શહેરના હિન્દુ દેવસ્થાનોના વહીવટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેતા કરજણ કોલોની ખાતે આવેલ શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિરનો રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિમાં સમાવેશ કરવાનો ઠરાવ કર્યો છે. આ સાથે સમિતિ હેઠળ આવતાં સરકાર હસ્તકના પ્રાચીન મંદિરોની સંખ્યા હવે 11 થઈ છે.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ, રાજપીપળા શહેરમાં સરકાર હસ્તકના હિન્દુ દેવસ્થાનોના વહીવટ માટે રચાયેલી રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિમાં શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિર, કરજણ કોલોનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ હેઠળ હવે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર, શ્રી. રાધાકૃષ્ણ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી નવા મહાદેવ મોરલીધર મંદિર, શ્રી વિઠ્ઠલનાથજી મંદિર, શ્રી નરસિંહ ટેકરી વૃંદાવન મંદિર, શ્રી કાલિકા માતાજી મંદિર, શ્રી નદકેશ્વર મહાદેવ મંદિર, શ્રી શેષનારાયણ મહાદેવ મંદિર, શ્રી રામચંદ્ર મહારાજ તથા ગોપાલજી મંદિર અને શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થયો છે.
