સંત શિરોમણી ગુરૂ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિકદા મંડલના આંબાવાડી ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પાવન કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યષાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પવિત્ર પ્રસંગે સંત ગુરૂ રવિદાસ મહારાજના સમાનતા, એકતા અને સામાજિક સમરસતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો તથા આગેવાનોને પાવન કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ચિકદા મંડલ પ્રભારી પ્રદિપભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રદીમનભાઈ, મંડલ પ્રમુખ વિજયભાઈ, આંબાવાડી તાલુકા પંચાયત સદસ્ય કંચનભાઈ, ગીતાબેન, સોનજીભાઈ સહિત આંબાવાડી વિસ્તારના સંત નારણદાસ મહારાજ, છગનલાલ મહારાજ, રસીકભાઈ, રવિદાસ મહારાજ તેમજ સરપંચ કરણભાઈ, મહેન્દ્રભાઈ, ઉત્તમભાઈ સહિત વડીલો, આગેવાનો અને કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.