દેડિયાપાડા તાલુકાના ખોખરા ઉમર ગામની સીમમાં એક ખેતરમાં ટ્રેક્ટર ચાલક દ્વારા બેદરકારી પુર્વક ટ્રેક્ટર ચલાવતા ટ્રેક્ટર પલટી ખાઇ જતાં ટ્રેક્ટર નીચે દબાઈ જતાં 13 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર તેનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે તા. 8 જુનના રોજ સાંજના ખોખરા ઉમર ગામની સીમમાં વિજય જાતરીયા વસાવાના ખેતરમાં આરોપી ટ્રેક્ટર ગફ્લતભરી રીતે હંકારી લાવી ટ્રેકટરના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતાં ટ્રેકટર પલટી મારતાં ટ્રેક્ટરની બાજુમાં સાફ્-સફઇ કરતાં દિક્ષિતકુમાર પારસિંગ અમરસિંગ વસાવા (ઉ.વ.13 રહે.ખોખરાઉમર, પટેલ ફ્ળીયું તા.દેડિયાપાડા જી.નર્મદા) ટ્રેકટર નીચે દબાઈ જતાં તેને મોઢાના ભાગે તથા છાતીના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સ્થળ ઉપર તેનું મોત નિપજ્યું હતું. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકીને નાસી ગયો હતો. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ ચાલુ છે.










