નર્મદા જિલ્લામાંમાં ઘણા સમય પછી NREGA (જી રામ જી ) ની કામગીરી શરુ થતા જિલ્લાના શ્રામજીવી પરિવાર જોબ કાર્ડ ધારકોમાં ખુશી છવાઈ છે. અને હાલ યુદ્ધના ધોરણે જિલ્લાના 350 જેટલી ગ્રામપંચાયતોમાં કામગીરી ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે નર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પણ 21 હજાર શ્રામિકોએ જીરામજી હેઠળ રોજગારી મેળવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે અને નર્મદા જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાની આગેવાનીમાં યુદ્ધના ધોરણે કામગીરી ગામેગામ ચાલી રહી છે.


મળતી માહિતી અનુસાર નર્મદા જેવા આકાંક્ષી જિલ્લામાં ગરીબ આદિવાસી પરિવારોના 19,45,316ના માનવ દિનના લક્ષ્યાંક સામે 17,26,243 માનવ દિન તરફ્ આગળ નર્મદા ટીમ ધપી રહી છે. આજની તારીખમાં 1,68,885 માનવદિન હેઠળ 25 હજારથી વધુ શ્રામિકો લાભ લઇ રહ્યા છે. આમ રાજ્યમાં અરવલ્લી, દાહોદ,તાપી બાદ નર્મદા જિલ્લો આ યોજનામાં વધુ રોજગારી આપનારો જિલ્લો બન્યો છે. મનરેગા (જીરામજી ) યોજના થકી જે લોકો બહાર રોજગારી માટે જતા હતા તે અટકી ગયા અને જિલ્લાને પોતાના વતનમાં પરિવાર સાથે કામગીરી કરવા લાગ્યા છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા એ જણાવ્યું હતું કે યોજનામાં સૌથી વધુ લોકો જોડાય અને રોજગારીનો લાભ લે તે માટે અમે આ યોજનમાં100 ટકા લોકોને લાભ મળે એ દિશામાં કામગીરી કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: