દેડિયાપાડા તાલુકામાં મનરેગા યોજના પ્રગતિ હેઠળ અને પૂર્ણ થયેલા મટીરીયલ વિકાસના કામોનું બાકી પેમેન્ટ રૂા.3.28 કરોડની ચુકવણી કરવા માટે તથા ઇ - ટેન્ડરિંગની પ્રકિયા હાથ ધરવા બાબતે સરપંચ પરિષદ ગુજરાત - નર્મદા જિલ્લા અધ્યક્ષ કુંવરજી અમરસિંગ વસાવા અને સરપંચ દિવાનજી વસાવા સહિત કુલ. 21 ગ્રામ પંચાયતના સરપંચોએ સાંસદ મનસુખભાઈ વસાવા તથા યોજનાના નિયામક (નર્મદા)ને લેખિત રજૂઆત કરાઇ છે.
સરપંચ પરિષદના નર્મદા જિલ્લા અધ્યક્ષ કૂચરાભણ અમરસિંહ ગણ્યાઈ વસાવા દ્વારા કરાયેલી રજૂઆત મુજબ વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન MGNREGA યોજના હેઠળ મટીરીયલ વિકાસના વિવિધ કામો માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ટેન્ડરની અવધિ 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં દેડિયાપાડા અને ચિકદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં માલસામાન સંબંધિત કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક કામો હજુ વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.
