વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ-2026 દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા દળોના શૌર્યને સમર્પિત રહેશે. જેમાં આ વર્ષની પરેડમાં નક્સલ મુક્ત ભારત અને વિવિધતામાં એકતાના સંદેશને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
આ વર્ષની પરેડમાં વિશેષ આકર્ષણ તરીકે નક્સલવાદ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર ડોગ સ્ક્વોડને સ્થાન આપવામાં આવ્યું છે. સુરક્ષા દળોના આ વફાદાર સાથીઓની ઉપસ્થિતિ દેશની આંતરિક સુરક્ષામાં પ્રાણીઓના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રસેવાના ભાવને ઉજાગર કરશે. આધુનિક સુરક્ષા વ્યવસ્થામાં ડોગની તીક્ષ્ણ સૂંઘવાની ક્ષમતા, તાલીમ અને શિસ્ત કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનો સંદેશ પણ આ ડોગ સ્ક્વોડ આપશે.
