રાજપીપળા સ્થિત શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં આચાર્ય ડો હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ વિવિધ અભ્યાસક્રમો ચાલે છે.ગુજરાત રાજ્ય સરકારના વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા નીતિ કાર્યક્રમ હેઠળ કોલેજના બીજા અને ત્રીજા વર્ષના 15 જેટલા વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિક બનવા માટેની તાલીમ મેળવી હતી.


તેમાંથી છ જેટલા વિદ્યાર્થીઓએ નવું સાહસ શરૂ કરવા માટેના કોલેજના પ્રાધ્યાપક તથા EDC નોડલ ઓફ્સિર કિંજલબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બે પ્રોજેક્ટ જમા કરાવ્યા હતા. જે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવા માટે પસંદગી પામ્યા છે. આ અઅંતર્ગત પ્રતયેક વિદ્યાર્થીને રૂપિયા 40 હજારની આર્થિક સહાય રાજ્ય સરકાર તરફ્થી મળશે. કોમર્સ કોલેજ રાજપીપળાની બીજા વર્ષની વિદ્યાર્થીની પાટીલ નીલીમા, ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ ઘરિયા મિતીરાજ, પટેલ હર્ષ, માછી જીગર ,ભોઈ કુશલ અને તડવી પ્રતીક ને આ સહાય મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: