પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં આહવાન બાદ વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળની સાથે પર્યાવરણ સંરક્ષણ,સ્વચ્છ ઉર્જા,પ્રદુષણ મુકત વાહનવ્યવહાર અને સાતત્યપૂર્ણ વિકાસથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી એકતા નગરે વૈશ્વિક સ્તરે અગ્રિમ હરોળમાં સ્થાન મેળવ્યું છે.
5 જુન 2021 નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-વ્હીકલ આધારિત ક્ષેત્રનાં રૂપમાં વિકસિત કરવા માટે જાહેરાત કરી હતી. આજે આ ઘોષણાને 5 વર્ષ પૂર્ણ થયા છે, વીતેલા 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રીની આ પરિકલ્પનાને સાકાર કરવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે
એકતા નગર ન માત્ર એક પ્રવાસન સ્થળ પરંતુ વિશ્વના એવા પ્રવાસન સ્થળમાં પ્રથમ છે કે જયા જાહેર અને સંસ્થાગત વાહનવ્યવહારનો સંપૂર્ણ હિસ્સો પૂર્ણતઃ ઇલેક્ટ્રિક વ્હીકલ આધારિત હોય. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ઓથોરીટી દ્વારા લગભગ 459 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન કરવામાં આવે છે. જેમાં ઇ-બસ, ઇ-રીક્ષા, ઇ-કાર, ઇ-ગોલ્ફ કાર અને ઇ-સાયકલનો સમાવેશ થાય છે. એકતા નગરને વધારે હરિયાળું બનાવવા અને હરિત આવરણથી આચ્છાદિત કરવા માટે ગ્રીનિંગ એકતા નગર પરિયોજના હેઠળ સૌથી મોટું વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીનાં રાષ્ટ્રાપર્ણ બાદ અનેકવિધ ઇકો ટુરીઝમને પ્રોત્સાહન આપતા પ્રવાસી પ્રકલ્પો વિકસાવવામાં આવેલ છે,જેમાં અંદાજે 60 લાખથી વધુ વૃક્ષ નવા ઉછેરવામાં આવેલ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો