દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ જે. તડવી અને ચિકદા તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ વાય. વસાવાના માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા - ચિકદા તાલુકામાં કુલ.46 ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત ગેરંટી ફેર રોજગાર એન્ડ આજીવિકા મીશન ગ્રામિણ યોજના (જી રામ જી) અંતર્ગત - વ્યક્તિગત કામો, જેમાં પથ્થર પાળા, જમીન સમતલ અને પ્રધાન મંત્રી આવાસના યોજના અંતર્ગત લાભાર્થીઓને બાંધકામ માટે રોજગારી પુરી પાડવામાં આવે છે. ઉપરાંત તળાવ ઉંડા કરવા અને ચેકડેમ ઉંડા કરવા સામૂહિક કામો દ્વારા રોજગારી આપવામાં આવી રહી છે. દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં 67,703 શ્રામિકોને માનવ દિવસ ઉત્પન્ન રોજગારી પુરી પાડવામાં આવે છે. શ્રામિકો રોજગારી મળતાં ખુશખુશાલ થઇ ગયા છે.
દેડિયાપાડા - ચિકદા તાલુકામાં ધકધકતો તાપમાં અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રામિકો રોજગારી મેળવી રહ્યા છે. એક તરફ્ ગરમીએ માઝા મુકી છે. બીજી તરફ્ શ્રામિકો કામગીરી કરી રહ્યા છે. શ્રામિકોની હાલત અત્યંત દયનીય અને કફેડી હાલત બની છે. તેમ છતાં શ્રામિકો રોજગારી મેળવી રહ્યા છે. રોજગારી મળતાં શ્રામિકો ખુશખુશાલ થઇ ગયા છે. સરકારની 125 દિવસની રોજગારી મળતાં શ્રામિકોને આર્થિક ફયદો થઈ રહ્યો છે.










