એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં તા.22 સપ્ટેમ્બર, મંગળવારે 72મો નેશનલ ફ્લ્મિ એવોર્ડ સમારોહ યોજાવા જઇ રહ્યો છે જેમાં 92 કલાકારોને ફિલ્મ પુરસ્કાર એનાયત થશે.

ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મો નેશનલ ફ્લ્મિ એવોર્ડ સમારોહનું આયોજન 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે થવા જઇ રહ્યું છે. ખાસ વાત એ છે ક વર્ષ 1954માં નેશનલ ફ્લ્મિ એવોર્ડની શરૂઆત થયા બાદ પ્રથમ વખત દિલ્હીની બહાર આ સમારોહનું આયોજન થઈ રહ્યું છે અને તે પણ ગુજરાતની ધરતી ઉપર.

સમારોહમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા સહિત કુલ 92 પુરસ્કાર વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આશરે 75 મિનિટનો આ સમારોહ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના બસ બે એરિયામાં યોજાશે. સમારોહ માટે એકતાનગર ખાતે વિશાળ જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નેશનલ ફ્લ્મિ એવોર્ડ સમારોહનું એકતાનગર ખાતે આયોજન ગુજરાત માટે તેમજ ભારતીય ફ્લ્મિ જગત માટે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો