દેડિયાપાડા તાલુકાના રોહદા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 5 ગામો આવેલા છે તેમાં રોહદા,નવાગામ,બોરીપીઠા,ગુલ્દાચામ, અને મુલ્કાપાડામાં ગત વર્ષ 25-26 માં જી રામજી યોજના અંતર્ગત 53290 માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવી છે. જેમાં કુલ રૂા.1,31,07291 DBT ના માધ્યમથી સીધા લાભાર્થીના ખાતામાં નાંખવામાં આવ્યા છે.


જીરામજી યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવા,વાડી પ્રોજેક્ટ,માતૃ વન,પથ્થર પાળા અને માટી પાળાનો સમાવેશ થાય છે. આમ કુલ 997 જોબકાર્ડ ધારકોમાં ખુશીની લહેર છવાઈ ગઇ છે. કરજણ નદી પાસે ચેક ડેમ રીપેરીંગ અને સંરક્ષણ દીવાલનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. માધ્યમિક શાળા નવાગામ ખાતે ગેબીયનનું કામ પૂર્ણ કરવાનાં આવી રહ્યું છે.બોરીપીઠા ગામે સ્મશાન જવા માટેની વર્ષો જૂની સમશ્યાનું કાયમી તીલાંજલિ આપી નદી પર ચેક ડેમ કમ કોઝવે બનીને તૈયાર છે. આમ પાણી સંરક્ષણની કાયમી સમસ્યાનો ઉકેલ આવી જશે. 15માં નાણાં પંચ અંતર્ગત મુલ્કાપાડા અને ગુલ્દાચામ ગામોમાં 450 થી માંડીને 550 સુધી ઊંડા બોરવેલ કરીને પાણીની કાયમી સમશ્યાનો મહદઅંશે નિવારણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે તે સરકારની ગાઈડલાઈન કરતાં પંચાયતે જાતે ખર્ચ ઉપાડીને કામ કર્યાનો ગૌરવ અનુભવી રહ્યા છે. નવાગામ ખાતે શબરી કન્યા છાત્રાલય આવેલી છે. તેનું સઘળું કામ મહિલા સરપંચ અનસૂયાબેન ચંપકભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ આવરી લેતાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ 10 નું 100% પરિણામ લાવીને આદિવાસી કન્યાઓમાં મહિલા સશક્તિકરણની મિશાલ કાયમ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: