દેડિયાપાડા તાલુકા મથકથી પારસી ટેકરા તરફ્ જતાં ધામણ ખાડી પર આવેલા પુલની આજુબાજુ છેલ્લા કેટલાક સમયથી ઝાડી-ઝાંખરા અને કાંટાળી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાયું છે. કાંટાળી વનસ્પતિ એટલી હદે વધી ગઈ છે કે માર્ગની બાજુનો ભાગ વનસ્પતિથી ઢંકાઈ ગયો છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળીનો તહેવાર આવી પહોંચ્યો હોવા છતાં ધામણ ખાડીના પુલની આસપાસ સાફ્-સફાઈ કરવામાં ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જાહેર માર્ગની આસપાસ ઉગી નીકળેલી ઝાડી-ઝાંખર અને કાંટાળી વનસ્પતિની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ધામણ ખાડીના પુલ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં કચરો નાંખવામાં આવતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. એટલું જ નહીં, ખાડીમાં પણ કચરો નાખવામાં આવતાં પાણીનો સ્ત્ર્રોત પ્રદૂષિત થવાની સાથે આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. કચરાના ઢગલાઓના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતાની સમસ્યા ઊભી થઈ રહી છે. તંત્ર દ્વારા કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ધામણ ખાડીની આસપાસ નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો