03

ગાંધી જયંતિ નિમિત્તે આજે તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ સાગબારા તાલુકાના ખોપી કરતલ ફાટક પાસે પુનઃ વન અધિકાર સત્યાગ્રહ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોપી, હલ, પાડી સહિત બાર ગામના આદિવાસી ખેડૂતો, મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર સભામાં બાર ગામના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના હક અને જમીન ખેડવાના મુદ્દે આગેવાનો દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા આ પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ સાથે ખેડૂતો દ્વારા સંઘર્ષ ચાલુ રાખવાની વાત કરવામાં આવી હતી. જાહેર સભામાં મુખ્ય મુદ્દો એ રહ્યો કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ખેડૂતો જંગલ જમીન ખેડી રહ્યા હોવાના દાવા કરવામાં આવે છે, તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બાર ગામના ખેડૂતોને જંગલ જમીન ખેડવાની મંજૂરી કેમ આપવામાં આવતી નથી. આ મુદ્દે સરકાર અને વન વિભાગ પાસે સ્પષ્ટતા તથા સમાન નીતિની માંગ કરવામાં આવી હતી.

સભામાં દેડિયાપાડાના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના તુષાર ચૌધરી, કોંગ્રેસ સંદિપ માંગરોલા, નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત્પાર્ટીના કાર્યકરો તથા આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આદિવાસી ખેડૂતોને જંગલ જમીન મુદ્દે પોતાનું સમર્થન આપ્યું હતું

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો