રાજપીપળા ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફીઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થી હળપતિ આશિષે પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.આશિષ હળપતિએ વિશેષ શાંતાબા વિદ્યાલય, કુકેરી ખાતે બાલમંદિરથી ધોરણ-12 સુધીનો અભ્યાસ કરીને હાલ છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફીઝિકલ એજ્યુકેશનમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.ગત વર્ષે તેમણે NCC મારફ્તે પર્વતારોહણનો બેઝિક કોર્સ પૂર્ણ કર્યો હતો. કોલેજના પ્રાધ્યાપક તથા NCC અધિકારી ડૉ. વિજય પટેલ (SOS) ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે આશિષની પસંદગી લીડરશીપ એન્ડ ટીમ બિલ્ડીંગ કેમ્પ અંતર્ગત નીમ કેમ્પસ, ઉત્તરકાશી - હિમાલય રેન્જ માઉન્ટેનિયરિંગ કોર્સ માટે કરવામાં આવી છે.
આ કોર્સ ઉત્તરકાશી ખાતે તારીખ 27 ડિસેમ્બર 2025 થી 05 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર છે. આ વિશિષ્ટ સિદ્ધિ બદલ આશિષ હળપતિને તેમના શાળા પરિવાર, પુરાણી પરિવાર, કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. પી.વી. આચાર્ય, NCC અધિકારી ડૉ. વિજય પટેલ (SOS) તથા કોલેજના સારસ્વત સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.










