એક જ કોલેજના એકસાથે છ કેડેટ્સની રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત થલ સૈનિક કેમ્પક્ર (TSC)માટે પસંદગી થતાં કોલેજ એનસીસી યુનિટ તથા થ્રી ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપની એનસીસીનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ બન્યું છે.
થલ સૈનિક કેમ્પ એનસીસી કેડેટ્સ માટે માત્ર એક કેમ્પ નહીં, પરંતુ તેમની શારીરિક ક્ષમતા, માનસિક મજબૂતી, શિસ્ત, ધૈર્ય, નેતૃત્વ અને સૈનિક કૌશલ્યની કસોટી સમાન છે. આ કઠિન સ્પર્ધાઓમાં એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કેડેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઓબ્સ્ટેકલ ટ્રેનિંગમાં શિવમ વસાવા, આર્યન વસાવા, દેવેન્દ્ર તડવી અને વર્તિકા વસાવા રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા હતા. જ્યારે ફાયરિંગ સ્પર્ધામાં કરણ વસાવા અને વિશાલ વસાવાએ પોતાની પ્રતિભાના આધારે પસંદગી મેળવી હતી. કેડેટ્સની આ સિદ્ધિને બિરદાવતાં કોલેજના પ્રાચાર્ય ડો. શૈલેન્દ્રસિંહ માંગરોલા, થ્રી ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપનીના કમાન્ડિંગ ઓફ્સિર કર્નલ અખિલેશ કુમાર તથા એનસીસી ઓફ્સિર કેપ્ટન રાહુલ ઠક્કરે તમામ કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા.
