17
શિનોર તાલુકાની કુલ 87 આંગણવાડીમાં આંગણ મિલન સેવા ઉત્સવ ઉજવવાનું શરૂ કરાયું છે. કુકસ મુકામે ધારાસભ્ય અક્ષય પટેલે આંગણવાડીનું ઉદ્ઘાટન કરી આંગણ ઉત્સવમાં ભાગ લીધો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ત્રિમંદિર ખાતેથી કુકસ ગામે આંગણવાડી-1, કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરાયું હતું. તા.28નાં રોજ ધારાસભ્ય અક્ષય પટેલે આંગણવાડી કેન્દ્ર-3નું રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં આંગણ મિલન ઉત્સવનું આયોજન તા.25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત 28 સપ્ટેમ્બર-26ના રોજ કુકસ મુકામે તૈયાર થયેલ આંગણવાડી-3નું ઉદ્ઘાટન સહિત ત્રણે આંગણવાડીનો આંગણ મિલન ઉત્સવ આંગણવાડી કેન્દ્ર-1 સામે યોજાયો હતો. તંદુરસ્ત બાળકોને ઇનામ અપાયા, સગર્ભા, ધાત્રી કિશોરીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સંદેશ અપાયો હતો. તથા ફ્રુટ અને લાડુંનું વિતરણ કરાયું હતું. તમામ કિશોરીઓ, આંગણવાડી વર્કરો, તેડાગરો અને આશાવર્કરોને પ્રમાણપત્રો અપાયા હતા. બાળકોના સર્વાંગી વિકાસના આ અભિયાન મુજબ સ્વસ્થ બાળક સમૃદ્ધ ભારતનું સૂત્ર સફ્ળ થયું હતું. શિનોર તાલુકાની તમામ 87 આંગણવાડી કેન્દ્ર પર આ કાર્યક્રમ શરૂ થયેલ છે. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સંકેત પટેલ, સરપંચ કનુ વસાવા, ઉપસરપંચ શીતલબેન પટેલ સહિત ગ્રામજનો તથા ઈ.CDPO આંગણવાડી, આશાઓ અને તેડાગરો હાજર રહ્યાં હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
