રાજપીપળા : શ્રી મહારાજા રાજેન્દ્રસિંહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓમાં રેગિંગ વિરોધી જાગૃતિ લાવવા તથા કોલેજ કેમ્પસને સંપૂર્ણપણે રેગિંગમુક્ત બનાવવા માટે એન્ટી-રેગિંગ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા, પી.આઈ. મનોરમા માય, કોલેજ એન્ટી-રેગિંગ સેલના નોડલ અધિકારી ડૉ. રાહુલ ઠક્કર, એન્ટી-રેગિંગ સેલના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પી.આઈ. મનોરમા માય દ્વારા વિદ્યાર્થીઓને રેગિંગના વિવિધ સ્વરૂપો, તેના કારણે થતી શારીરિક અને માનસિક અસરો તેમજ રેગિંગ અંગેના કાયદાકીય નિયમો અને જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો