નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો આજે રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હતી અને ઇન્સેન્ટિવ વધારાની માગણી સાથે સૂત્રોચાર કર્યા હતા જે બાદ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.


આશા બહેનોના જણાવ્યાં અનુસાર માત્ર 2000 નું ઇન્ટેન્સિવ મળે છે તે પણ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મળ્યુ નથી જેના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છીએ. વધુમાં પગાર સાથે અમારા પ્રોત્સાહન રકમના પૈસા તેમજ 50% નો વધારો પણ અમને સમયસર મળવો જોઈએ. એ ઉપરાંત અતિ જોખમી સગર્ભાનું ડીલેવરીનું ઇન્સેન્ટિવ પણ આજદી સુધી અમને મળેલ નથી. એ ઉપરાંત ચૂંટણીની મહત્વની કામગીરીમાં આશા બહેનો સવારે 7 થી સાંજના સાત વાગ્યા સુધી ડયુટી આપવામાં આવે છે. એનું પણ આજ દિન સુધી ઇન્સેન્ટિવ મળેલ નથી. ત્યારે ઇન્સેન્ટિવ વધારવામાં આવે અને જો વધારો નહી કરવામાં આવે તો તમામ આશા વર્કર બહેનો કામગીરીથી અળગા રહેશે. નર્મદા જિલ્લાની 700 થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા બહેનોથી માંડીને મહત્વની આરોગ્ય લક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને મહેનતાણું ન મળે એ ગંભીર બાબત કહેવાય.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: