રાજપીપળા : નર્મદા જિલ્લામાં તા.26/ના રોજ ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફિકિંગ ડે ઉજવણી- 2026 નિમિત્તે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા તેમજ જન કલ્યાણ સેવા સંઘ-નડગામ સંસ્થા તેમજ સમાજ સુરક્ષા ખાતુ અને બાળ સુરક્ષા એકમના સહયોગથી સવારે 10 કલાકે બસ સ્ટેશન રાજપીપલા તેમજ 11કલાકે હરસિદ્ધિ માતાજી મંદિર ખાતે નશામુકત ભારત અભિયાન વ્યસનમુક્તિ કાર્યક્રમ કરાયો હતો. જેમાં બેનર પ્રદર્શિત તેમજ પમ્પ્લેટ વિતરણ અને વ્યસનમુક્તિ બુક દારૂએ દાટ વાળ્યો * વિતરણ કરી લોકોને વ્યસન અંગે સમજ આપવામાં આવી. લોકોને નશાથી દુર રહેવાની હાકલ કરવામાં આવી. વ્યસન ના કરવા અંગે લોકોને પ્રતિજ્ઞા લેવડાવામાં આવી. કાર્યક્રમમાં એસ.ડી. વસાવા અધિક્ષક નશાબંધી અને આબકારી જિ-નર્મદા-રાજપીપલા, બાબુભાઇ રાઠોડ પ્રમુખ જનકલ્યાણ સેવા સંઘ-નડગામ, નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ તેમજ સમાજ સુરક્ષા ખાતુ અને બાળ સુરક્ષા એકમમાંથી લોપાબેન વ્યાસ, રીટાબેન પટેલ, હિતેશભાઇ બારીયા, જયદેવ વસાવા હાજર રહ્યા હતા.

Mehsanaના મુદરડા ગામમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતાં મચી ચકચાર: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો









