રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન ગરૂડેશ્વર તાલુકાના ભીલવશી ગામની પ્રાથમિક શાળામાં રાત્રિવિશ્રામ કર્યા બાદ સવારે શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિદિવસ યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે યોગાભ્યાસ, પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બને છે, સારી ઊંઘ અને તણાવ મુક્તિ માટે સવાશન, સર્વાઇકલ માટે વિવિધ આસનો બતાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
