રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ધીરખાડી ગામે એક ભાઈને બીજા ભાઈએ માથામાં કુહાડી મારી દેતાં આરોપી ભાઈ વિરુદ્ધ ખૂનની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. બનાવની વિગત એવી છે કે, ધીરખાડી ખાતે ગત તા.10-4-26ના રોજ રાતના આશરે 9.30 વાગ્યાના અરસામાં ફરિયાદી ઉસ્તમભાઈ રેવાભાઈ વસાવા (રહે. ધીરખાડી તા. ગરૂડેશ્વર) પોતાના ઘરના આંગણામાં બેસેલા હતા તે વખતે ફરિયાદીના ઘરની બાજુના ઘરમાં રહેતા આરોપી ચંદુભાઇ રેવાભાઇ વસાવા (ભાઈ) તેઓના ઘરમાં ઝગડો તકરાર કરતા હતા જેથી ફરિયાદીએ આરોપીને ઝગડો નહીં કરવાનું સમજાવતા આ આરોપી તેના ઘરમાંથી કુહાડી લઇ આવી ગાળો આપી ફરિયાદીને કહેવા લાગેલ કે, ‘તું કોણ મને સમજાવવા વાળો ? આજે તો હું તને જીવતો નહીં રહેવા દઉં’ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને જાનથી મારી નાંખવાના ઇરાદાથી માથાના ભાગે કુહાડીનો ઘા મારી માથામાં ફેક્ચર કરી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવવાની કોશિશ કરતા તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો. તે બાબતે આરોપી વિરુદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. વુ.પો.સ.ઇ. એસ.બી. ડેડુણ SOU સલામતી પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો