દેડિયાપાડા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ ટાવલ ગામ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી, રાજપીપળા દ્વારા મહિલાઓ માટે બે દિવસીય કેનિંગ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 27 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તાલીમ દરમિયાન ફ્ળો અને શાકભાજીમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવાની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ટામેટા કેચઅપ, પપૈયાની ટૂટી-ફ્રૂટી, કોપરાના લાડુ અને જાસુદનું શરબત સહિતની બનાવટો તૈયાર કરવાની પદ્ધતિ, પ્રક્રિયા તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ભાગ લેનાર દરેક લાભાર્થીને પ્રતિ દિવસ રૂ.250 મુજબ બે દિવસના કુલ રૂ.500નું સ્ટાઈપેન્ડ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો