દેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મનરેગા અંતર્ગત રૂા.20 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ચેકડેમ ત્રણ વર્ષમાં જ તુટી જતાં આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમ ગ્રામજનોમાં સંભળાઇ રહી છે.


દેડિયાપાડા મુલ્કાપાડા ગામે મનરેગા અંતર્ગત મેઈન કોતરમાં વર્ષ.2021/22 માં અંદાજિત રકમ રૂ.20,32,283 નાં ખર્ચે ચેકડેમ બનાવવામાં આવેલો છે જે બે થી ત્રણ વર્ષમાંજ તૂટી જવા પામ્યો છે અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આ મેઈન કોતરમાં બનાવવામાં આવેલો ચેકડેમની દુર્દશા થઇ છે. ચેકડેમના બાંધકામમાં ગુણવત્તા વિહોણી કામગીરી કરવામાં આવી છે જેને કારણે ચેકડેમની સાઈડમાં આવેલી દીવાલ ધરસાઈ થઈ ગઈ છે. ચેકડેમ ખંડેર હાલતમાં છે. ચેકડેમ સિંચાઈના પાણીનો સંગ્રહ કરવા સક્ષમ નથી, ચેકડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી. ચેકડેમ માટીથી પુરાઈ ગયો છે આ ચેકડેમ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે અને આ ચેકડેમમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આશંકાઓ વ્યક્ત કરી હતી. ચેકડેમનો ખર્ચ પાણીમાં ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: