વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાનના સફળ 12 વર્ષ થતા તેની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદ ઉપર રહેવાનો રેકોર્ડ પણ નરેન્દ્ર મોદીએ તોડયો છે તેની ખુશીમાં નર્મદા જિલ્લા ભાજપા દ્વારા પણ વિવિધ રીતે ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશીર્વાદ મેળવ્યા હતા તે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવ મોગરા માતાજીના મંદિરમાં સ્વચ્છતા અભિયાન અને મહાઆરતી કરવામાં આવી હતી.
સાગબારા તાલુકાના દેવ મોગરા માતાજીના મંદિરે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતી પ્રસંગે ગુજરાત પ્રદેશના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, તેમજ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ ઉપસ્થિત રહ્યા હતા. સાર્વજનિક દેવ મોગરા માઈ મંદિર ટ્રસ્ટના વાઈસ ચેરમેન નાનસિંગ વસાવાએ દેવ મોગરા માતાજીના મંદિરનો ઇતિહાસ રજુ કર્યોં હતો. જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચોધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આગેવાનો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોડદા આશ્રામ શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દેવ મોગરા યાહામોગી માતાજી (દેવમોગરા) મંદિર ખાતે સફઈ અભિયાન હાથ ધરીને, સફઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું, તેમજ માતાજીની આરતી કરીને આશીર્વાદ લીધા હતા.










