12


ચિકદા મોડેલ સ્કૂલમાં સ્કૂલ બિલ્ડીંગ, ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ એમ કુલ ત્રણ મુખ્ય બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યા છે. ત્રણેય બિલ્ડીંગ ત્રણ માળના અને આધુનિક ભૌતિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.મળતી માહિતી મુજબ એપ્રિલ-મે 2027 સુધીમાં ચિકદા મોડેલ સ્કૂલનું બાંધકામ પૂર્ણ થવાની સંભાવના છે. મોડેલ સ્કૂલ શરૂ થયા બાદ ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ચિકદા ખાતે અભ્યાસ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. હોસ્ટેલની સુવિધા હોવાથી તાલુકાના વિવિધ ગામોના વિદ્યાર્થીઓને પણ લાભ મળી શકશે. મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વર્ગખંડો, પ્રયોગશાળાઓ, લાયબ્રેરી, શૌચાલયો, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો