દેડિયાપાડા તાલુકાના સામોટ જિલ્લા પંચાયત આગેવાનોની સાથે સંકલન બેઠક કોકમ -ડુમખલ ગામે મળી હતી. જેમાં ડુમખલ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તથા અન્ય આગેવાનો દ્વારા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અને વન મંત્રી મોતી વસાવા, નર્મદા જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા, ડૉ. પ્રફુલ વસાવા, વકીલ રાજ વસાવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોનું સન્માન કરાયું હતું. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા અને મહાનુભાવો દ્વારા આવનારી જિલ્લા પંચાયત બેઠકો અને અને તમામ તાલુકા પંચાયતની બેઠકો જંગી બહુમતીથી જીતવાની બાહેંધરી આપી હતી. મહાનુભાવોના દ્વારા ચૂંટણીલક્ષી સંબોધન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam



  • Follow us on: