સાગબારાઃ સરકારી વિનયન કોલેજ, સાગબારા ખાતે, આચાર્ય ડૉ. ચેતનભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પી.ટી.વિભાગ ના અદ્યક્ષા પ્રો.હર્ષદા બેન પટેલ દ્વારા ફોર્સ કન્ટ્રી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હેડ કોન્સ્ટેબલ મંગુભાઈ વસાવા, કોન્સ્ટેબલ દિલીપભાઇ તથા કોન્સ્ટેબલ ખુમાનસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. સ્પર્ધામાં 25 ભાઈઓ અને 36 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાઈઓની સ્પર્ધામાં

પ્રથમ સ્થાન કુલદીપ વસાવા, દ્વિતીય સ્થાન પીંજારી અરમાન અને તૃતીય સ્થાન કિરણ વસાવા. જ્યારે બેહનોમાં પ્રથમ સ્થાન રેવન્તાબેન તડવી, દ્વિતીય સ્થાન - તેજલ વસાવા અને તૃતીય સ્થાનસેજલ તડવીએ પ્રાપ્ત કર્યું હતું.