05

દેડિયાપાડા : સાગબારા તાલુકાના સેલંબાખાતે પીએમ મોડેલ સ્કૂલમાં સાગબારા પોલીસ સ્ટેશનનાPSI રાઠવા દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા, ટ્રાફ્કિ નિયમો, નશાબંધી, મહિલા અને બાળ સુરક્ષા, કાયદાકીય જાગૃતિ તથા નાગરિક ફરજો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમથી સાવચેત રહેવા તેમજ પોતાની અંગત માહિતી સુરક્ષિત રાખવા સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી કે OTP,પાસવર્ડ અનેUPI PIN ક્યારેય કોઈ સાથે શેર ન કરવો. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ અને વાહનમાં સીટબેલ્ટનો હંમેશા ઉપયોગ કરવો. નશાથી દૂર રહેવું અને ખરાબ સંગતથી બચવું. મહિલા અને બાળ સુરક્ષા અંગે જાગૃત રહેવું.