ફ્ટિ ઇન્ડિયા અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે SRP,NCC અને નમદા પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરાયુ હતું.


નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે રવિવારના રોજ એકતા નગર SRP,NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, NCC કેડેટ્સ તથા અન્ય સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લાઈ ફ્ટિ ઇન્ડિયાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી દ્વારા સૌને સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત, યોગ, રમતગમત અને સાયકલિંગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એકતા નગરના સુંદર અને હરિયાળા વાતાવરણમાં યોજાયેલી આ રેલી દરમિયાન સહભાગીઓએ ફ્ટિનેસ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ આજના આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં વધતા મોબાઇલ એડિક્શન, શારીરિક નિષ્ક્રિયતા અને જંકફૂડની આદતો જેવી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન એકતા નગર SRPના કમાંન્ડન્ટ, જ્યોતિ પટેલે (IPS)જણાવ્યુ હતુ કે, એકતા નગર SRP,NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે એકતા દ્વાર થી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી સન્ડે ઓન સાયકલિંગ કરવામાં આવ્યું હતું.નર્મદા પોલીસ, SRP જૂથ-18 અને NCC દ્વારા આયોજિત આ સાયકલ રેલી માત્ર એક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફ્ટિ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયાના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક સફ્ળ પ્રયાસ સાબિત થઈ હતી.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: