સોમનાથ મહાદેવ મંદિર ઉપર આક્રમણખોરોના હુમલાની ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થયા છે. આજે સોમનાથ મહાદેવ મંદિર ગગને આંબતી ધજા સાથે ભારતના ગૌરવપુર્ણ ઇતિહાસનુ સાક્ષી બનીને લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે અને બીજી તરફ આક્રમણખોરો ઇતિહાસમાં ખોવાઇ ગયા છે.
1000 વર્ષ પુર્ણ થવાની આ ઘટનાની ભારતભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાંથી પણ સેંકડો ભક્તો સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા માટે સૌરાષ્ટ્ર જવા રવાના થયા છે.ભક્તો રવાના થતા પહેલા દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરે 72 કલાક શિવ ધૂન યોજાઇ હતી. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ મહાબળેશ્વર મહાદેવ મંદિરે ઉપસ્થિત શિવ ભક્તોને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા, રણજીત ટેલર અને અન્ય ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










