12
નર્મદા પુત્ર તરીકે આગવી ઓળખ ધરાવતા સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ શૂલપાણેશ્વર ખાતે નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી નર્મદા ભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે.

12
નર્મદા પુત્ર તરીકે આગવી ઓળખ ધરાવતા સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ શૂલપાણેશ્વર ખાતે નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી નર્મદા ભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે.
સાવરીયા મહારાજ ભક્ત સાથે બાઇક ઉપર જતા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પછી સાવરિયા મહારાજની તબીયત નાદુરસ્ત રહેતી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. દરમિયાન આજે તેઓ બ્રહ્મલિન થતાં ભક્તોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યુ હતું.સાવરિયા મહારાજ છેલ્લા 30 વર્ષથી નર્મદા મૈયાની ભક્તિ અને નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા હતા.
તેઓ ઉઘાડા પગે અને માત્ર કેસરી પોતડી ધારણ કરીને નર્મદા પરિક્રમા કરતા હતા. ધોમધખતા તાપમાં પણ પગપાળા પરિક્રમા ચાલુ રાખતા હોવાની તેમની આગવી ઓળખ હતી.સાવરિયા મહારાજે સૌથી વધુ વખત પગપાળા નર્મદાજીની ઉત્તરવહિની પરિક્રમા કરી હતી એટલે તેઓ નર્મદાપુત્ર તરીકે પણ ઓળખાતા હતા.
એક દાયકા પહેલા અગાઉ કોઈ ઉત્તરવહીની નર્મદા પરિક્રમા વિશે જાણતું નહતું ત્યારે તે વખતે તેમણે ઉત્તરવહીની નર્મદા પરિક્રમા વિશેનું મહત્વ શુંળપાણેશ્વર મહાદેવ મંદિરના પુજારી સ્વ રવિશંકર મહારાજ પાસેથી જાણકારી મળી હતી ત્યારબાદ તેઓએ ગામેગામ પત્રિકા વહેંચી હતી અને લોકોમાં જાગૃતતા લાવી હતી અને 21 કિ.મી. ની ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું ધાર્મિક મહત્વ કેટલું છે જે લોકોને સમજાવ્યું હતું અને ત્યારબાદ ધીરે ધીરે લોકો ઉમટવા લાગ્યા અને હવે તો લાખોની સંખ્યામાં ભક્તો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરતા થયા છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળું માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો