. નેશનલ ફેડરેશન ઓફ્ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લી., નવી દિલ્હી દ્વારા વર્ષ 2025-26 માટે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રથમ ક્રમનો એવોર્ડનર્મદા સુગરને એનાયત કરવામાં આવ્યો છે.

તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સના સભ્યો, મેનેજિંગ ડિરેક્ટર, સી.ઈ.ઓ. તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો. નર્મદા સુગર સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવા તથા ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સંસ્થાના સભાસદોના સાથ અને સહકારને મહત્વપૂર્ણ ગણાવી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ, સભાસદો, અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નર્મદા સુગરની આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિથી સંસ્થા સાથે જોડાયેલા સભાસદો અને સમગ્ર નાંદોદ તાલુકા તથા નર્મદા જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.