નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ દ્વારા આજરોજ દફ્તર ચકાસણીના ભાગરૂપે નાંદોદ તાલુકાના જૂના રામપુરા અને વડિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત કચેરીના દફ્તરોની ચકાસણી કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને વેરા વસુલાતની કામગીરી સુવ્યવસ્થિત રીતે હાથ ધરવા તેમજ કોઈપણ નાગરિકના મૃત્યુ બાદ સમયમર્યાદામાં વારસાઈની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. ઉપરાંત, ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
