રાજપીપળા : નર્મદા જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં કેટલાક માર્ગો પર નિર્માણાધીન બ્રિજ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. હાલ વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા માર્ગોને પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કેવડિયા-તણખલા માર્ગ પર ચેઇનેજ-19 ખાતે આવેલ ડાયવર્ઝનના પુનઃસ્થાપનની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. વિભાગ દ્વારા જરૂરી મશીનરી અને માનવબળ સાથે સતત કામગીરી કરવામાં આવી રહી છે જેથી આ માર્ગ પણ વહેલી તકે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.
