રાજપીપળામાં મંદિર પરિસરમાં મહંતની ઓરડીમાંથી જપ્ત કરાયેલા વાઘના ચામડા અને નખ પ્રાથમિક દ્રષ્ટીએ વાઘના નહી હોવાનું અનુમાન નર્મદા જિલ્લા વન અધિકારીએ લગાવ્યુ છે જો કે તેમનું કહેવું છે કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી જાણકારી મળી શકે તેમ છે.


રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન પૂજારીના રૂમના ઉપલા માળ પરથી 37 વાઘના ચામડા અને 133 વાઘના નખ મળી આવ્યા હતા. આ ચામડા અને નખના પરિક્ષણ માટે એફએલએસ લેબમાં મોકલવામા આવ્યા છે. દરમિયાન નર્મદા જિલ્લા વન અધિકારી (ડીએફઓ) અભય સિંહે દાવો કર્યો છે કે જપ્ત કરાયેલા ચામડા અને નખ પ્રાથમિક દૃષ્ટિએ નકલી છે. નકલી મતબલ ચામડા અને નખ તો અસલી છે પરંતુ તે વાઘના જ છે કે કેમ તે કહેવુ મુશ્કેલ છે.

વાઘના શરીર ઉપર પીળા- કાળા કલરની લાઇન હોય છે. આ લાઇનોની પેટર્ન દરેક વાઘમાં અલગ હોય છે. ચામડાઓ ઉપર જે લાઇનો છે તે એક સરખી છે એટલે શંકા પડી રહી છે. જો કે આ ચામડા અને નખની ચકાસણી બાબતે અમે હૈદરાબાદ ખાતે એફ્.એસ.એલ ખાતે મોકલી અપાયા છે, જેનું પરિણામ આવતા ત્રણથી ચાર મહિનાનો સમયગાળો લાગી શકે છે.અમે જ્યારે ચામડા અને નખની જાત તપાસ કરી ત્યારે અમને એ નકલી જેવા લાગે છે. છતાં અમે એફ્.એસ.એલ માટે સેમ્પલ મોકલી આુયા છે.વન્ય પ્રાણીના ચામડા અને નખ ક્યાંથી આવ્યા એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: