દેડિયાપાડા : સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયતમાં ચુંટણી લક્ષી બેઠક મળી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે, ભાજપ પાસે મજબૂત બુથ માળખું અને સમર્પિત કાર્યકર્તાઓની ટીમ છે. મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચી રહ્યો છે. ઘરે ઘરે નળમાં પાણી હોય કે વીજળી, પાકા મકાનો, નર્મદા જિલ્લાનો સર્વાંગીક વિકાસ થઈ રહ્યો છે. બેઠકમાં નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી પૂર્વ વનમંત્રી મોતી વસાવા, જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ ખેમરાજ તડવી અને ડૉ. કિરણ વસાવા, જિલ્લા મંત્રી પ્રદીપ વસાવા અને સુરેન્દ્ર વસાવા, સાગબારા યુવા મોરચા, મહિલા મોરચા, S.T મોરચા અને કિસાન મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










