સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે આવેલા જંગલ સફારી પાર્કમાં ફરજ બજાવતા વેતનધારકો છેલ્લા ચાર દિવસથી પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. જેને પગલે જંગલ સફારી પાર્કની કામગીરી પર પણ અસર જોવા મળી હતી.આ મામલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવી તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીએ મધ્યસ્થી કરી વેતનધારકોના પ્રશ્નોના ઉકેલ માટે દરમિયાનગીરી કરી હતી. બંને આગેવાનોએ સંબંધિત અધિકારીઓ તેમજ જંગલ સફારી પાર્કના મેનેજમેન્ટ સાથે સતત છેલ્લા ત્રણ દિવસથી ચર્ચા-વિચારણા કરી હતી. આખરે આજે તા. 17 નવેમ્બર, 2026ના રોજ વેતનધારકો અને મેનેજમેન્ટ વચ્ચે સમાધાન થયું હતું. જેમાં વેતનધારકોની માંગણીઓના નિરાકરણ માટે મેનેજમેન્ટ દ્વારા 60 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો.લેખિત સમજૂતી મુજબ આગામી 60 દિવસમાં વેતનધારકોની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો વેતનધારકો ફરીથી હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.આમ, ભાજપ અને કોંગ્રેસના જિલ્લા કક્ષાના આગેવાનોની મધ્યસ્થી અને પ્રયાસોના પગલે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી હડતાળનોહાલ પૂરતો અંત આવ્યો છે.
