નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં આવેલા કેટલાંક ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓને જળાશયોમાં નહાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફ્રમાવ્યો છે.
જાહેરનામાં મુજબ નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનાં જીતગઢ કરજણ ડેમના નીચેના ભાગે, પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ, કાળીયાભૂત ધોધ (જીતનગર બાર ફ્ળિયા ગામ), ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રીજ (રંગ અવધુત પાસે), પોઈચા બ્રીજ નીચે નર્મદા નદીમાં, ઓરી નર્મદા નદીનો કિનારો, સિસોદ્રા નર્મદા નદીનો કિનારો, પાટણા નર્મદા નદીનો કિનારો, વરાછા નર્મદા નદીનો કિનારો, જુનાઘાંટા ધોધ (ચોમાસા દરમિયાન), વિસાલખાડી, બાર ફ્ળિયા વણઝર ખાતે કરજણ નદીમાં, જુનારાજનો સમાવેશ થાય છે.
ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા હરિધામ આશ્રામના પાછળના ભાગે આવેલ ઓવારા, ગરૂડેશ્વર વિયર ડેમના પાછળના ભાગે, ગરૂડેશ્વર દત્ત મંદિર ઓવારા, વાસલા નદી કિનારા વિસ્તાર, એકતા ફરુઝ જેટી પોઈન્ટ - 01 (રમાડા હોટેલ પાછળ), સૂર્ય કુંડ (વાગડીયા), વાગડીયા ગામ જુના બ્રીજ પાસે, ગોરા નવા બ્રીજ પાસે, ગોરા ત્યાગી ઘાટ (નર્મદા ઘાટ, નર્મદા આરતી સ્થળ પાસે), સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જેટી પોઈન્ટ, વ્યૂ પોઈન્ટ નં.-01 (સરદાર સરોવર ડેમ), વ્યૂ પોઈન્ટ નં.-02 (સરદાર સરોવર ડેમ), સરદાર સરોવર ડેમ, સરદાર સરોવર ડેમ પાછળ આવેલ બોટ પોઇન્ટથી મોખડી પોટાહાટ સુધી, ડાઇક નં.-01, ડાઇક નં.-02, ડાઇક નં.-03 ટેન્ટ સીટી-2 પાસે, ઝીરો પોઇન્ટ ભૂમલિયા (કેનાલ), વોટર એરોડ્રોમ, ઝરવાણી ધોધ, ખલવાણી ખાતે પ્રવેશ કરવો નહીં.
તિલકવાડા તાલુકાનાં તિલકવાડા નર્મદા નદી ઓવારો, રેંગણ નર્મદા નદી ઓવારો, વાસણ-નર્મદા નદી કાંઠા વિસ્તાર, દેડિયાપાડા તાલુકાનાં નીનાઈ ધોધ, કોકમ હનુમાનજી મંદિર અને સાગબારા તાલુકાનાં ચોપડવાવ ડેમ, નાના કાકડી આંબા ડેમમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફ્રમાવ્યો છે. આ જાહેરનામાંની અમલવારી તા.27/09/2026 સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો