દેડિયાપાડા : નર્મદા વન વિભાગ અંતર્ગત દેડિયાપાડા તાલુકામાં આવેલી પાંચ રેન્જ દેડિયાપાડા, સોરાપાડા, ફુલસર,સગાઈ, અને પીપલોદ રેન્જમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જંગલમાંથી પ્લાસ્ટિક એકત્રિત કરીને સફઈ અભિયાન હાથ ધરાયું હતું ફુલસર રેન્જમાં ટુકનેર ફેરેસ્ટ વિસ્તારમાં પ્લાસ્ટિક સફઈ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સગાઈ ઈકો ટુરિઝમ ખાતે પ્લાસ્ટિક સફઈ કરવામાં આવ્યું હતું. દેડિયાપાડા, સોરાપડા, પીપલોદ રેન્જમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એન. બી. ભુરીયા ફુલસર આરએફ્ઓ, ભાવિન ચોધરી દેડિયાપાડા આરએફ્ઓ, જીજ્ઞેશ સોલંકી સગાઈ આરએફ્ઓ, વિક્રમ બારીયા પીપલોદ આરએફ્ઓ, રવિન્દ્ર વાઘેલા સોરાપાડા આરએફ્ઓના માર્ગદર્શન હેઠળ વનખાતાના કર્મીઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









