નર્મદા જિલ્લામાં પહેલાં ખેડૂતો અનાજ માટે દેશી જુવારનો પાક લેતાં હતાં. ખેડૂતોના ઘરમાં અનાજની નિરાંત થઈ જતી હતી પણ રોકડિયા પાકોની લ્હાયમાં દેશી જુવારનો પાક લેવાનું ખેડૂતોએ બંધ કરી દીધું છે. દેશી જુવારનો પાક હાલમાં દેડિયાપાડા/ ચિકદા અને સાગબારા તાલુકામાં ગણ્યા ગાઠયા ખેડૂતો લે છે.


પરંપરા મુજબ દેશી જુવારના પાકની ઓરણી ખેડૂતો શ્રાધ્ધ પક્ષમાં કરતા હતા.આ પાકને સિંચાઈના પાણીની જરૂર ન હતી આ પાક જાકળથી પાકી જતો હતો. શિયાળામાં દેશી જુવારનો પોંક ખાવામાં સ્વાદિષ્ટ લાગતો હતો. દેશી જુવારનો પોંક શક્તિ વર્ધક ગણાતો હતો અને ખેડૂતો પોતાના ખેતરમાંથી દેશી જુવારનો પોંક પાડીને તેમાં સેવો ભેળવીને ખાતા હતા.દેશી જુવાર પાકી જતાં તેના કણસલામાંથી મસળીને દેશી જુવાર કાઢવામાં આવતી હતી. ખેડૂતો પોતાના ઘરે દેશી જુવારનો ખાવામાં ઉપયોગ કરતાં હતાં. આ દેશી જુવારનો પાક હવે અદશ્ય થઈ ગયો છે વળતર ઓછુ અને મહેનત વધુ હોવાથી દેશી જુવારનું ધાન પકવાનુ ખેડૂતોએ બંધ કરી દીધું છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: