નર્મદા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતો કેળાની ખેતી કરે છે. આ વર્ષે કેળાના ભાવ સારા મળશે તેવી આશાએ ખેડૂતોએ કેળની ખેતી કરી હતી. ખેડૂતોને આશા હતી કે પ્રતિ 20 કિલો આ વર્ષે 300 થી રૂ. 350નો ભાવ મળશે પરંતુ ખેડૂતોને આક્ષેપ છે કે કેળાંના ભાવ નર્મદા જિલ્લામાં પ્રતિ 20 કિલોનો ભાવ રૂપિયા 160 થી માંડ રૂપિયા 200 આપીને ખેડૂતોને કેળાંના વેપારીઓ રીતસર લુંટે છે. શોષણ કરે છે. પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોની દયનીય અને કફોડી હાલત બની છે.

કેળના એક છોડનો ઉછેર કરવામાં ખેડૂતોને રૂપિયા 100 થી રૂપિયા 150 નો ખર્ચ થાય છે. કેળાંના ભાવો સારાં ન મળતાં ખેડૂતોની સુડી વચ્ચે સોપારી જેવી હાલત બની છે.