રાજપીપળા : nર્મદા વન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું. નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ ની અઘ્યક્ષતામાં લુપ્ત થતી બીજ જાતો અને સ્થાનિક બીજ જાતો ના સરક્ષણ હેતુ કુલ 75 બીજ જાતોનું પ્રદર્શન બીટગાર્ડ, ફેરેસ્ટર દ્વારા કરવામાં આવ્યું.


આ પ્રદશનમાં ટેટુ, પાટલા, ખડસીંગ, ભૂટાકો, રગત રોહીડો જેવી લુપ્ત થતી જાતો હતી. નર્મદાના જંગલોમાં આ વૃક્ષો ફરી પુનઃજીવિત કરવા નાયબ વન સરક્ષક દ્વારા સૂચનો કરવામાં આવ્યા. નાયબ વન સરક્ષક દ્વારા દરેક રેન્જમાંથી 2 ઉમદા રોજમદારો ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં ACF અનિલ પ્રજાપતિ અને તમામ રેન્જના રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: