દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના નવાગામ (પાનુડા) પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં સમાજ સુરક્ષા વિભાગના નાયબ સચિવ નેહાબેન મહાલા, ગામના સરપંચ અનસૂયાબેન, લાયઝન અધિકારી કમલેશ ચૌધરી તેમજ શબરી કન્યા આશ્રામના સંચાલક ચંપકભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આશ્રામના સંચાલક ચંપકભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આધુનિક ભારતમાં સૌપ્રથમ કન્યા શાળાની શરૂઆત મહાત્મા જ્યોતિબા ફૂલે અને ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે દ્વારા પુણેના ભીડેવાડામાં કરાઇ હતી. તેમણે કન્યા શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે શિક્ષણ મહિલાઓના સશક્તિકરણનું સૌથી અસરકારક સાધન છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં કન્યા કેળવણી અભિયાનની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ કરાઇ હતી. જેના પરિણામે આજે અનેક દીકરીઓ શિક્ષણ મેળવી સમાજમાં આગવી ઓળખ ઉભી કરી રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: