દેડિયાપાડા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે હિન્દી વિભાગ દ્વારા હિન્દી સપ્તાહના સમાપન પ્રસંગે સપ્તધારાના જ્ઞાનધારા અંતર્ગત હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડાના ડૉ. કૃષ્ણદેવ તિવારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં હિન્દી ભાષાના લગભગ 3500 વર્ષના ઇતિહાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને ડિજિટલ યુગમાં હિન્દી ભાષાનું વધી રહેલું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કોલેજના આચાર્ય ડૉ. અનિલા કે. પટેલ રહ્યા હતા. કાર્યક્રમનું સંયોજન ડૉ. રમેશ કે. વસાવા તથા પ્રા. વિશાલ એમ. વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓ રૂપેશભાઈ અને પુષ્પાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
