સેલંબા : સાગબારા તાલુકાના સીમઆમલી (નવી વસાહત) ગામ ખાતે પ્રાથમિક શાળાના નવા મકાનનું ઉઘ્દાટન તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશ વસાવાનાહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શાળા પ્રવેશોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક કરીને અને શૈક્ષણિક કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: