11

તારીખ 2જી ઓક્ટોબર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની આગેવાનીમાં રાજપીપળામાં વિશેષ સફાઈ ઝૂંબેશ યોજાઈ હતી.

આ અભિયાન હેઠળ સવારે 8.00 કલાકે નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્યક્રમો યોજાયા હતા. કલેક્ટર ગંગા સિંઘ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કર્મયોગીઓ દ્વારા જિલ્લા સેવા સદન સંકુલમાં સફાઈ અભિયાન હાથ ધરી શ્રમદાન કર્યું હતું.

સાથોસાથ સુપ્રિટેન્ડન્ટ ઓફ્ લેન્ડ રેકોર્ડની કચેરી, નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયૂટી)ની કચેરી અને નાંદોદ સબ-રજિસ્ટ્રાર કચેરીના કર્મયોગીઓ દ્વારા રાજપીપળાના કાળિયાભૂત મંદિરથી લઈને કલેક્ટર કચેરી સુધીના માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જ્યારે કલેક્ટર કચેરીની અન્ય શાખાઓના અધિકારીઅને કર્મચારીઓ દ્વારા નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીથી ગાંધી ચોક અને કરજણ કોલોની સુધીના વિસ્તારોમાં શ્રમદાન થકી સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો