વર્ષ દરમિયાન કેવડિયા જંગલ સફારીમાં દસ લાખ કરતા પણ વધારે પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. અનેક દેશીવિદેશી પશુ પક્ષીએ બચ્ચાએ જન્મ આપ્યો છે. જેને વિહારતા જોવાનો અદભુત આનંદ પ્રવાસીઓ લઈ રહ્યાં છે. એકતા નગર વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ છે. ત્યારે અહીં પ્રવાસીઓને અન્ય પસંદગીમાં એક સ્થળ જંગલ સફારી પાર્ક પણ છે.


સરદાર પટેલ જિયોલોજીકલ પાર્ક તરીકે ઓળખાતા જંગલ સફારીમાં ગત વર્ષે 10 લાખ કરતા પણ વધારે પ્રવાસ આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓને પસંદ પડે છે. કારણ કે, આ જંગલ સફારી પાકમાં ખુલ્લામાં પશુ પક્ષીઓ જોવા મળે છે. સામાન્ય રીતે પક્ષીઓ પાંજરામાં હોય અને લોકો જતા હોય છે. પક્ષીઓ ખુલ્લામાં વિહરતા હોય એ પ્રકારના કેજ બનાવે છે. જે કારણે પ્રવાસીઓ દૂર દૂર થી આવી રહ્યા છે. સરદાર પટેલ જિયોલોજીકલ પાર્કના ડિરેક્ટર વિપુલ ચક્રવતીએ જણાવ્યું હતું કે, જંગલ સફારી પાર્કમાં આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસી આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આ વર્ષે ભારત પર્વ, પ્રકાશ પર્વની ઉજવણી થઈ જેના કારણે પણ પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવ્યા હતા. ત્યારે ખાસ અત્યારે અહીં અનેક પશુ પક્ષીના બચ્ચાંનો જન્મ થયો છે. જે બચ્ચાને જોવાનો લાવો પણ પ્રવાસીઓ લઈ રહ્યા છે. ખાસ કરીને તેમને બ્લેક શ્વાન વાત કરી હતી કે, બ્લેક શ્વાનના બચ્ચા આવ્યા છે. જે તેની માતા સાથે ત્યાં ફરી રહ્યા છે. જે પ્રવાસીઓ જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: