દેડિયાપાડા ખાતે આવેલા મહાબળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસના પાવન નિમિત્તે પરમ પૂજ્ય સુરેશભાઈ દવે મહારાજના સાનિધ્યમાં મહા લઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ દરમિયાન શાસ્ત્ર્રોક્ત વિધિ તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગમાં અગિયાર જોડાં દ્વારા યજ્ઞમાં જોડાઈ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહા લઘુરુદ્ર યજ્ઞ પ્રસંગે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજન-કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી મહાદેવના દર્શન કરી ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો