નર્મદા વન વિભાગનાં સાગબારા રેંજના કાર્યક્ષેત્રમાં પાટલામહુ રાઉન્ડના નાનીદેવરૂપણ બીટમાં ખડકુની ગામના સીમમાં વન્યપ્રાણી દીપડો દેખાતાં ગ્રામજનોએ વન્ય પ્રાણી દીપડાને પકડવા રેંજ સાગબારા ખાતે જાણ કરી હતી.
જેને લઇને વી.જી.બારીયા RFO સાગબારા દ્વારા માર્ગદર્શન અને દોરવણી આપતા એસ.એ.પટેલ વનપાલ પાટલામહુ તથા રાઉન્ડના રોજમદાર સાથે તા.16 માર્ચના રોજ બપોરે પાંજરૂ મૂકાયુ હતું. તા.21માર્ચની વહેલી સવારે વન્યપ્રાણી દીપડો પાંજરામાં પુરાતા તાત્કાલિક વન વિભાગના સ્ટાફ્ એચ.એલ.સોલંકી, સી.એન.વાઘેલા, એમ. એસ.વસાવા તથા રોજમદાર સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાંથી દીપડાને રાજપીપળા ખાતે સુરક્ષિત લઈ જવાયો હતો. સાગબારા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓનો ઉપદ્રવ વધી જતાં વી.જી. બારીયા રેંજ ફેરેસ્ટ ઓફ્સિર સાગબારા દ્વારા 4 જગ્યાએ દીપડાને પાંજરે પુરીને પકડયાં છે.










