દેડિયાપાડા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા આજે પણ હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની ભાવના જીવંત હોવાનો સુંદર કિસ્સો સામે આવ્યો છે. હાલ હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પદયાત્રા કરીને દેડિયાપાડા તાલુકાના કોકમ હનુમાનજી મંદિર ખાતે દર્શન માટે જાય છે.આ પદયાત્રીઓ જ્યારે દેડિયાપાડા વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે મુસ્લિમ સમાજના પ્રમુખ ઈકબાલ સોલંકી અને તેમની ટીમ દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. પદયાત્રીઓને ભોજન, ફ્ળ-ફ્રૂટ, પીવાનું પાણી તેમજ જરૂરી અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
